પેમલો પેમલી એક હતો પેમલો ને એક હતી પેમલી. લાકડાં કાપવાથી થાકીપાકી પેમલો સાંજે ઘેર આવ્યો અને પેમલીને કહ્યું - પેમલી! આજ તો થાકીને લોથ થઈ ગયો છું. જો મને પાણી ઊનું કરી આપે તો નાહીને પગ ઝારું અને થાક ઉતારું. પેમલી કહે - કોણ ના કહે છે? લો પેલો હાંડો; ઊંચકો જોઈએ! પેમલે હાંડો ઊંચક્યો ને કહે - હવે? પેમલી કહે - હવે બાજુના કુવામાંથી પાણી ભરી આવો. પેમલો પાણી ભરી આવ્યો ને કહે - હવે? પેમલી કહે - હવે હાંડો ચૂલે ચડાવો. પેમલે હાંડો ચૂલે ચડાવ્યો ને કહે - હવે? પેમલી કહે - હવે લાકડાં સળગાવો. પેમલે લાકડાં સળગાવ્યાં ને કહે - હવે? પેમલી કહે - હવે ફૂંક્યા કરો; બીજું શું? પેમલે ચૂલો ફૂંકીને તાપ કર્યો ને કહે - હવે? પેમલી કહે - હવે હાંડો નીચે ઉતારો. પેમલે હાંડો નીચે ઉતાર્યો ને કહે - હવે? પેમલી કહે - હવે હાંડો ખાળે મૂકો. પેમલે હાંડો ખાળે મૂક્યો ને કહે - હવે? પેમલી કહે - જાઓ હવે નાહી લો. પેમલો નાહ્યો ને પછી કહે - હવે? પેમલી કહે - હવે હાંડો ઠેકાણે મૂકો. પેમલે હાંડો ઠેકાણે મૂક્યો અને પછી શરીરે હાથ ફેરવતો ફેરવતો બોલ્યો - હાશ! જો, શરીર કેવું મજાનું હળવુંફૂલ થઈ ગયું! રોજ આમ પાણી ઊનું કરી આપતી હો તો કેવું સારું! પેમલી કહે - હું ક્યાં ના પાડું છું? પણ આમાં આળસ કોની? પેમલો કહે - આળસ મારી ખરી; પણ હવે નહિ કરું! પેમલી કહે - તો ઠીક, હવે શાન્તિથી સૂઈ જાઓ. |
Jariwalanj Goup
Thursday, February 11, 2016
પેમલો પેમલી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment