Tuesday, November 15, 2011

Chocolate Ice-cream - ચોકલેટ આઈસક્રીમ

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
250 ગ્રામ ખાંડ
4 કપ ક્રીમ
1 ટેબલસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
1 ટીસ્પૂન કોકો પાઉડર
1 ટેબલસ્પૂન હોલ મિલ્ક પાઉડર
4 ટીપાં ચોકલેટ એસેન્સ અથવા વેનિલા એસેન્સ
7 છોલેલી બદામ, 7 કાજુ – સજાવટ માટે
Method - રીત
દૂધને ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં નાખવું. તેમાં ખાંડ નાંખી, જાડું થાય એટલે ઉતારી, ઠંડું પડે એટલે તેમાં ક્રીમ, ચોકલેટ પાઉડર, કોકો પાઉડર, મિલ્ક પાઉડર અને એસેન્સ નાખી, મિક્સરમાં બીટ કરી, એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરમાં (ફ્રિઝરમાં) મૂકવું. જામી જાય એટલે કાઢી ફરી મિક્સરમાં બીટ કરવું. જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરી, ઉપર છોલેલી બદામની કતરી અને કાજુની કતરીથી સજાવટ કરી, ફ્રિઝરમાં મૂકવું. બરાબર જામી જાય એટલે કાઢી, 2-3 મિનિટ પછી ઉપયોગ કરવો.

No comments:

Post a Comment