Tuesday, November 15, 2011

Chiku Ice-cream in Chocolete Cup - ચીકુનો આઈસક્રીમ – ચોકલેટ કપમાં

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ, 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
250 ગ્રામ ખાંડ
6 ચીકુ
4 કપ ક્રીમ
1 ટેબલસ્પૂન મિલ્ક પાઉડર
1 ટેબલસ્પૂન અખરોટનો ભૂકો
1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
1 ટેબલસ્પૂન છોલેલી બદામનો ભૂકો
1 ટેબલસ્પૂન ચોકલેટ પાઉડર
1/2 ટીસ્પૂન એલચીનો પાઉડર
1/4 ટીસ્પૂન જાયફળનો પાઉડર
ચોકલેટ કપ માટે –
250 ગ્રામ ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
1, 1/2 ટેબલસ્પૂન ઘી
એક વાસણમાં પાણી ઉકળવા મૂકવું. બીજા નાના વાસણમાં ઘી અને ચોકલેટ મૂવી. થોડીવારમાં ઘી અને ચોકલેટ ઓગળી જશે એટલે બરાબર મિક્સ કરી દેવી. પછી કાગળના કપની અંદર ચમચીથી ચારેબાજુ ચોકલેટનો જાડો થર લગાડવો. પછી ડીપ ફ્રિઝરમાં કપ મૂકી દેવો. બરાબર જામી જાય એટલે ધીમે ધીમે કપનો બહારનો કાગળ કાઢી નાખવો. એટલે ચોકલેટનો કપ તૈયાર થશે.
Method - રીત
એક વાસણમાં દૂધ ઊકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી તેમાં નાખવો. તેમાં ખાંડ નાખી જાડું થાય એટલે ઉતારી લેવું. ઠંડું પડે એટલે ચીકુને છોલી બારીક કટકા, ચોકલેટ પાઉડર, મિલ્ક પાઉડર, એલચી-જાયફળનો પાઉડર અને ક્રીમ નાખી, મિક્સરમાં બીટ કરવું. પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, રેફ્રિજરેટરના ડીપ ફ્રિઝમાં મૂકી જમાવવું, જામી જાય એટલે કાઢી ફરી, મિક્સરમાં એકરસ કરવુ જેથી બરફની કણી ભાંગી જાય. પછી ડબ્બામાં ભરી ડ્રાયફ્રુટનો ભૂકો નાખી ફરી ફ્રિઝમાં મૂકવો. બરાબર જામી જાય એટલે ચોકલેટના કપમાં ભરી, ઉપર ડ્રાયફ્રુટ્સથી સજાવટ કરી આઈસક્રીમ આપવો.

No comments:

Post a Comment