Tuesday, November 15, 2011

Butterscotch Ice-cream - બટરસ્કોચ આઈસક્રીમ

Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
200 ગ્રામતાજું ક્રીીમ
2 ટેબલસ્પૂન હોલ મિલ્ પાઉડર
1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
12 ટેબલસ્પૂન ખાંડ
2 ટીસ્પૂન ડ્રિંકિંગ ચોકલેટ પાઉડર
1/2 ટીસ્પૂન કોકો પાઉડર
7 બદામ, 10 કાજુ
અાઈસક્રીમ, એસેન્સ
ખાંડની કણી – એક જાડા તળિયાવાળી તપેલીમાં 1 ટેબલસ્પૂન ખાંડ નાખી ધીમા તાપ ઉપર ગરમ થવા મૂગવું. ખાંડ ઓગળે એટલે તેમાં 1 ટીસ્પૂન ચોકલેટ નાખી હલાવવું. કણી પડે એટલે તરત ઉતારી લેવું. તેનો અધકચરો ભૂકો કરવો.
Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દુધમાં કોર્નફ્લોર મિક્સ કરી અંદર નાખવો પછી ખાંડ નાંખી જાડું થાય એટલે ઉતારી ઠંડું પાડવું. તેમાં ક્રીમ, ચોકલેટ પાઉઢર, કોકો પાઉડર, મિલ્ક પાઉડર નાખી મિક્સરમાં મિક્સ કરવું. જામી જાય એટલે કાઢી, ફરી મિક્સરમાં એકરસ કરવું જેથી બરફની કણી ભાંગી જાય. પછી તેમાં છોલેલી બદામની કતરી, કાજુની કતરી (થોડા અલગ કાઢી) ખાંડની કણી અને એસેન્સ નાખી ફરી ડબ્બામાં ભરી ઉપર બદામ-કાજુની કતરીથી સજાવટ કરી ફ્રિઝરમાં સેટ થવા મૂકવો. બરાબર જામી જાય એટલે કાઢી લેવો.

No comments:

Post a Comment