Ingredients - સામગ્રી
1 લિટર દૂધ
100 ગ્રામ નાળિયેરનું ખમણ
100 ગ્રામ ક્રીમ
1/2 ટીન કન્ડેન્સ્ડ મિલ્ક
3 ટેબલસ્પૂન ખાંડ
2 ટેબલસ્પૂન ડ્રિકિંગ ચોકલેટ પાઉડર
1 ટીસ્પૂન કોકો પાઉડર
1 ટેબલસ્પૂન કોર્નફ્લોર
1 ટેબલસ્પૂન ચારોળીનો ભૂકો
1 ટેબલસ્પૂન કાજુનો ભૂકો
વેનિલા એસેન્સ
Method - રીત
એક વાસણમાં દૂધ ઉકળવા મૂકવું. થોડા ઠંડા દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી અંદર નાખવો. પછી તેમાં ખાંડ નાંખવી. જાડું થાય એટલે ઉતારી, ઠંડું થાય એટલે તેમાં નાળિયેરનું ખમણ, ક્રીમ, કન્ડેન્સ્ડ મિલ્ક, ચોકલેટ પાઉડર અને કોકો પાઉડર નાંખી, મિક્સરમાં બીટ કરવું. પછી તેમાં વેનિલા એસેન્સ, ચારોળીનો ભૂકો અને કાજુનો ભૂકો નાખી કુલફીના મોલ્ડમાં ભરી, રેફ્રિજરેટર (ફ્રિઝર)માં મૂકવું. કુલફી સેટ થઈ જાય એટલે કાઢી લેવી.
No comments:
Post a Comment