Wednesday, January 21, 2015

Recipe - વાનગી
Angoori Basudi - અંગૂરી બાસુદી

Ingredients - સામગ્રી
  • 2 લિટર દૂધ
  • 50 ગ્રામ પનીર
  • 1 ટીસ્પૂન મેંદો
  • 2 કપ ખાંડ
  • ½ ટીસ્પૂન એલચીનો ભૂકો
  • 2 ટેબલસ્પૂન બદામની કતરી
  • 1 ટેબલસ્પૂન ચારોળી
Method - રીત
પનીરમાં મેંદો બરાબર મિક્સ કરી, નાની દ્રાક્ષ જેટલી ગોળીઓ બનાવવી. ખાંડમાં પાણી નાખી ઉકાળવું. એક ચમચી દૂધ નાખી, મેલ તરી અાવે તે કાઢી લેવો, ચાસણી પાતળી અડધા તારી થાય એટલે પનીરની ગોળીઓ નાખી દેવી. ફૂલી જાય એટલે ચાસણી ઉતારી ઠંડી પાડવી.

એક વાસણમાં દૂધ નાખી, ઉકાળવું. બરાબર જાડું બાસુદી જેવું થાય એટલે ઉતારી લેવું. બાસુદી ગળી થાય તેટલી ચાસણી નાખી હલાવવું. પછી તેમાં પનીરની ગોળીઓ, એલચીનો ભૂકો, છોલેલી બદામની કતરી અને ચારોળી નાખી, રેફ્રિજરેટરમાં મૂકી બરાબર ઠંડી કરવી.

નોંધ – પનીરની ગોળીમાં ગ્રીન કલર નાખીએ તો અંગૂરી બાસુદી વધારે અાકર્ષક લાગશે.